ભરોસાનું બીજું નામ! આ 3 બેંકમાં જો તમારા પૈસા હોય તો ભયો ભયો, પૈસા ડૂબવાનું કોઈ જોખમ નહીં
Safest Banks Of India: RBI દ્વારા બહાર પડેલી સુરક્ષિત બેંકોની યાદીમાં એક સરકારી બેંક અને 2 પ્રાઈવેટ બેંકોના નામ સામેલ છે. આ બેંકોમાં તમારા નાણા ડૂબવાનું જોખમ રહેતું નથી.
આપણે ખુબ મહેનતથી પૈસા કમાઈએ છીએ અને આ કમાણી બેંકમાં જમા કરીએ છીએ. જેથી કરીને સમયસર આ પૈસો કામ આવી શકે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ બેંક જ ડૂબી જાય. આવામાં પૈસા રાખનારા ગ્રાહકો માટે મુશ્કેલીઓ વધી જાય છે. એટલે જ પૈસા બેંકમાં જમા કરતા પહેલા જોવું જોઈએ કે બેંક કેટલી સુરક્ષિત છે. ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષની શરૂઆતમાં ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટ બેંક (Domestic Systemically Important Banks/D-SIBs) 2022 ના નામથી એક યાદી બહાર પાડેલી છે જેનો અર્થ છે કે ઘરેલુ સિસ્ટમ માટે મહત્વની બેંકો છે. આ યાદીમાં દેશની સુરક્ષિત બેંકોને સામેલ કરાઈ છે.
આરબીઆઈએ બહાર પાડેલી યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું નામ છે. આ ઉપરાંત બે પ્રાઈવેટ બેંક HDFC બેંક અને ICICI બેંક પણ યાદીમાં સામેલ છે.
1 એપ્રિલ 2025થી શું બદલાશે?
આઈસીઆઈસીઆઈ બેંકની સ્થિતિમાં જો કે કોઈ ફેરફાર થયો નથી પરંતુ બાકીની બંને બેંકોનું લેવલ વધ્યું છે અને હાઈ બકેટમાં જતી રહી છે. હકીકતમાં ઘરેલુ સિસ્ટમ માટે મહત્વની બેંકોએ એડીશનલ કોમન ઈક્વીટી ટિયર-1 (CET1) જાળવવું પડતું હોય છે. આરબીઆઈના જણાવ્યાં મુજબ એસબીઆઈએ રિસ્ક-વેટેડ એસેટ્સના ટકાવારી સ્વરૂપમાં વધારાના 0.80 ટકા CET1 તરીકે રાખવા પડશે. જ્યારે એચડીએફસીએ વધારાના 0.40 ટકા તથા આઈસીઆઈસીઆઈ બેંકે વધારાના 0.20 ટકા જાળવવા પડશે. જો કે આ લેવલ 1 એપ્રિલ 2025 સુધી મેન્ટેઈન કરવાનું છે. હાલ સ્ટેટ બેંક માટે આ સરચાર્જ 0.60 ટકા અને એચડીએફસી બેંક માટે 0.20 ટકા છે.
શું છે આ D-SIBs
આ એવા બેંક હોય છે જે સિસ્ટમ માટે એટલી મહત્વપૂર્ણ હોય છે કે જેના ડૂબવાથી આખી ફાઈનાન્શિયલ સિસ્ટમને મોટો ઝટકો મળી શકે છે અને અસ્થિરતા આવી શકે છે. આ પ્રકારની બેંકો એટલી મહત્વપૂર્ણ હોય છે કે તેને કઈ થાય તો સરકાર પોતે તેને બચાવવાની કોશિશ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube